Nojoto: Largest Storytelling Platform
nirmalramoliya6630
  • 19Stories
  • 9Followers
  • 120Love
    63Views

Nirmal Ramoliya

  • Popular
  • Latest
  • Video
8956f4fe3f5551055b776e130bf3d5f0

Nirmal Ramoliya

#LoveOnline
8956f4fe3f5551055b776e130bf3d5f0

Nirmal Ramoliya

મને ગોદ તારી મળે હર જનમમાં,
હવા  ગિરનારી સદે આ બદનમાં!

હજારો જીવો છત્રછાયામાં નભતાં,
દિગંબર ગણે છે બધાને સ્વજનમાં!

લખી નહિ શકો શબ્દમાં એ અનુભવ,
કદી  કેરી  કેસર  શું માણી જમણમાં?

ભભૂતી   લગાવી   ફરે   નગ્ન   બાવા,
નિરંજનને ભજતાં મળે એ વિજનમાં!

તળેટીમાં  જ્યારે  પ્રભાતિયા  ગુંજે,
ઘડીભર બને લીન પથરા અલખમાં!

થયો ભક્ત ચેલૈયો બિલખા મુકામે,
ધરે   ટેક   માટે  જે  માથું હરખમાં!

નમાલાની "નિર્મલ" પરીક્ષા લો થઈ ગઈ,
ડરી  ગ્યા  એ સાવજની ખાલી ડણકમાં!
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
✍🏻 નિર્મલ રામોલિયા "દિલ સે" #ગિરનાર

#ગિરનાર #કવિતા

8956f4fe3f5551055b776e130bf3d5f0

Nirmal Ramoliya

#Change
8956f4fe3f5551055b776e130bf3d5f0

Nirmal Ramoliya

ગઝલ :-મિત્રતા
➖➖➖➖➖➖➖➖➖
સાત ગુણો એક સાચા મિત્રમાં,
એક, પ્રામાણિકતા હો રક્તમાં.

ત્યાગની દ્વિતીય વૃત્તિ એમની,
જેમ વૃક્ષો આપતા ફળ ધૂપમાં.

ત્રણ, ભલે આફત ડરાવે, તોય શું?
છે બહાદુરી લખાવી ભાલમાં.

સુખ કે હો દુઃખ રહે સમરસ સદા,
ગુણ ચોથો એમની સંગાથમાં.

સંપત્તિ મન જેમને સંબંધ છે,
આ ઉદારી શોભતી મસ્તિષ્કમાં.

પ્રેમથી છલકે હૃદય આઠે પ્રહર,
હેત એને છે મળ્યો સંસ્કારમાં.

સાતમો ગુણ સત્યતા જો હોય તો,
મિત્રતા તો આંક મા તું મૂલ્યમાં!
➖➖➖➖➖➖➖➖➖
✍️ નિર્મલ રામોલિયા "દિલ સે" #Friendship
8956f4fe3f5551055b776e130bf3d5f0

Nirmal Ramoliya

India quotes  ગઝલ- એ દેશનું સંતાન છું  (ગાગાલગા4)
🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
જ્યાં સૂર્યની પૂજા થતી એ દેશનું સંતાન છું,
જ્યાં વારસો સંસ્કારનો એ દેશનું સંતાન છું.

બોલી બધાં નવરંગ બોલે ભાવના જ્યાં એક છે,
ધરતી ગણે છે માત જ્યાં એ દેશનું સંતાન છું.

ખેતી ઉપર નભતા મળે લોકો અહીં નમણા મળે,
સાબરમતી ગંગા વહે એ દેશનું સંતાન છું.

અલ્લા કહે ઈશ્વર ઘણાં અંતે બધું જ્યાં એક છે,
નાતો મળે જ્યાં પ્રેમનો એ દેશનું સંતાન છું.

સરદાર લોખંડી થયાં આંબેડકર જેને મળ્યાં,
ભારત મળે જ્યાં ભારતી એ દેશનું સંતાન છું.
🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 #Indian_kavi
8956f4fe3f5551055b776e130bf3d5f0

Nirmal Ramoliya

ગઝલ- આપદા
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
લાજ તારે હાથ ઈશ્વર ગામની,
આપદા આ પૂરની આવી પડી.

ઢોરઢાંખર ખેત આજે ના રહ્યું,
ના રહી બાકી અમારી ઝૂંપડી.

આટલા વર્ષોની મહેનત પર પ્રભુ,
કેમ ગયો તું આજ પાણી ફેરવી?

તું જીવન મૃત્યુથી સૌને તારતો,
કેમ તો આજે ન દીસે નાવડી?

બાલ બચ્ચા ક્યાં હવે લે આશરો?
આજ ગોવર્ધન જડે ના કાનજી.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
✍🏻 નિર્મલ રામોલિયા "દિલ સે" #disaster
8956f4fe3f5551055b776e130bf3d5f0

Nirmal Ramoliya

🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 
નાનકડી બંદૂક લઈ હું નાનકડો સૈનિક બનું.
નાનકડી સેના લઈ આવું દુશ્મનને પડકાર કરું.

         નીડરતાથી હું લડનારો,
         દેશને માટે  હું  મરનારો.
ભારત માતાની જય બોલીને મનમાં હું વિશ્વાસ ભરું.
નાનકડી સેના લઈ આવું દુશ્મનને પડકાર કરું.

          ધરતી માતાનું ઋણ ચૂકવવા,
          માંગુ છું  શૂરવીર  હું  બનવા.
આફતની આંધી વચ્ચે પણ ના હું પીછેહઠ કરું.
નાનકડી સેના લઈ આવું દુશ્મનને પડકાર કરું.

         હિમાલય જેવી રાખું હિંમત,
         તૂટવા ના દઉં  મારું  ભારત.
ભગસિંહ ને ગાંધીજીના સ્વપ્નો હું સાકાર કરું.
નાનકડી સેના લઈ આવું દુશ્મનને પડકાર કરું.

નાનકડી બંદૂક લઈ હું નાનકડો સૈનિક બનું.
નાનકડી સેના લઈ આવું દુશ્મનને પડકાર કરું.
🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
✍️ નિર્મલ રામોલિયા "દિલ સે" #IndianArmy
8956f4fe3f5551055b776e130bf3d5f0

Nirmal Ramoliya

ગઝલ- જડાઈ જા ઘરમાં!
(કોરોના મહામારીથી બચવા!)
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
પરીવાર માટે લપાઈ જા ઘરમાં, 
તું નીડર ભલે હો ભરાઈ જા ઘરમાં!

નથી જીવ વ્હાલો કે સડકે ફરે છે?
ન ખોદી કબર ખુદ ફસાઈ જા ઘરમાં!

ઘણાં શોખ તારા રહી ગ્યા'તાં બાકી,
કરી આજ તાજા કળાઈ જા ઘરમાં!

"વસુદેવ કુટુમ્બકમ" કર ઉજાગર,
જગતને બચાવા ચણાઈ જા ઘરમાં!

લઈ સાવચેતી થતી કર મદદ ને,
કરી કામ ઘરથી ધરાઈ જા ઘરમાં!

પ્રભુની પરીક્ષા ગણી તું સહી લે,
સમય આ જવાનો જડાઈ જા ઘરમાં!
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
✍🏻 નિર્મલ રામોલિયા "દિલ સે" #corona
8956f4fe3f5551055b776e130bf3d5f0

Nirmal Ramoliya

ગઝલ- હટાણે
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
મળી જ્યાં ખબર કે તું ચાલી હટાણે,
અમે એક લારી લગાવી હટાણે!

લઈ લાલ થેલી હશે આવતાં ઝટ,
એ કાયમ કરી જાય બોણી હટાણે!

કહે ભાવતા ક્યાં તને શાકભાજી?
હું તાજા તો લાવું ઉતારી હટાણે!

કરીએ અમે શું અગર એ હસી દે,
હું બદલામાં માંગુ ન આની હટાણે!

ઘણીવાર જો એ નથી આવતા તો,
અધૂરી રહે વેચવાલી હટાણે!

બહાનું કરીને ખરીદીનું આવો,
મિલનની ઘણી થૈ ઉધારી હટાણે!
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
✍🏻 નિર્મલ રામોલિયા "દિલ સે" #InspireThroughWriting
8956f4fe3f5551055b776e130bf3d5f0

Nirmal Ramoliya

#TalkWithLord
loader
Home
Explore
Events
Notification
Profile