કોણ કહે છે, પ્રેમ બીજીવાર નથી થતો? કોણ કહે છે, પ્રેમ પહેલા જેવો ફરીવાર નથી થતો? મને થયો છે. ભલે તું મારો પહેલો પ્રેમ નથી. પણ ખુશ છું, કેમકે દુનિયા કહે છે, પ્રથમ પ્રેમ ક્યારેય પુરવાર નથી થતો. ક્યારેક તને મોળા મળ્યાનો અફસોસ આંખો નમ કરી જાય છે. પણ જે ક્ષણે થી તું મળ્યો તે આહ્લાદ બધા દુઃખી કમ કરી જાય છે. કાલની મને ખબર નથી, આપણા નામ સરનામા એક થશે કે નહી!? મારો આજ જ મારું સમસ્ત જીવન છે, જે ક્ષણે તે મને તારી કહી. રાત દિવસ ને ચાંદ સૂરજ એકબીજાથી બિલકુલ વિપરિત પણ નામ તો સાથે જ લેવાય છે. કઈક તો છે આ પ્રેમના રંગમાં કે, ગીરીને ટચલી આંગળીએ ઉપાડનાર નું નામ પણ રાધા બાદ લેવાય છે. #Suchi ના શબ્દો ©Suchita Christian #Love