Nojoto: Largest Storytelling Platform

કેમ જાણે અમે ફૂલોને એમની ખુશબૂનો રંગ પૂછી બેઠા, સર

કેમ જાણે અમે ફૂલોને એમની ખુશબૂનો રંગ પૂછી બેઠા,
સરોવરના ખામોશ જળને ઝળહળ તરંગ પૂછી બેઠા.

ઋતુ ઋતુના નજારા નોખા ને અનોખા હતા અમારી આંખમાં,
વન ઉપવન વહેતા વાસંતી વાયરાને ઢંગ પૂછી બેઠા.

અમારી પાસે તો માત્ર દિલમાં ચાહતની હતી મોટી મિરાત,
ઉછળતા દરિયાને અમે દીવાનગીનો ઉમંગ પૂછી બેઠા.

અમે ઘનઘોર અંધારી અજનબી રાતના મોઘમ સહારે,
નિરંતર ઘૂંટાતા મૌનને શબ્દનો સોનેરી સંગ પૂછી બેઠા.

સાચો પ્રેમ કદી પણ ઘટે ના દુનિયાદારીના કોલાહલમાં,
અક્ષર અમે દર્પણને પોતાની સાથે થતો જંગ પૂછી બેઠા.

 -દિનેશ નાયક "અક્ષર"
    .      સરડોઈ

©Nayak Dinesh
  PRUTHVISINH ZALA