Nojoto: Largest Storytelling Platform
nayakdinesh8921
  • 38Stories
  • 20Followers
  • 422Love
    836Views

Nayak Dinesh

દિનેશ નાયક "અક્ષર" મોડાસા,જી અરવલ્લી

  • Popular
  • Latest
  • Video
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

White ઘોર અંધારને ઉલેચી પથરાય પ્રકાશ નવતર તે દિવાળી,
રંગોની રંગોળી જેમ જે ચીતરાય નૂતન જીવતર તે દિવાળી.

અનમોલ પ્રકાશ પર્વ સૌને સરખો આનંદ ઉલ્લાસ આવે,
વીતી ગઈ છે પળેપળ નવી આશાઓથી તરબતર તે દિવાળી.

આદિ અનાદી કાળથી આંગન આંગન ઝગમગ થાય છે દિવડા,
રોશનીના ફૂવારા ઉડાડી રૂમઝૂમ આવે નિરંતર તે દિવાળી.

હળવા મળવાનો આનંદ કેવો રૂડો હૈયે હૈયે હોય છે !
માનવીના દિલમાં જો થાય ઝળહળ સદંતર તે દિવાળી.

વનઉપવન હર ઘર અજવાળાનો ઝગમગ પયગામ,
અંધારાં  ઉલેચી દિલમાં કરે જે દીવાનું જડતર તે દિવાળી.

  -દિનેશ નાયક "અક્ષર"

©Nayak Dinesh #diwali_wishes
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

White આંખથી હરક્ષણ, તમે આવકાર આપો છો,
ગેબી મૌનથી પણ, તમે આવકાર આપો છો. 

હું અરીસાને કેવળ ફરિયાદ કરી શકું,
છે ભાવનું ઝરણ, તમે આવકાર આપો છો.

શમણાં તો છે શમણાં આભાસ થઈ ઉડે,
રાતની રણઝણ, તમે આવકાર આપો છો.

સાવ સૂના આંગણે આવ્યાનો અણસાર છે,
આંગણામાં ચરણ,તમે આવકાર આપો છો.

સાત સમંદર તરવાની હામ છે એટલે,
સફરનું છે સ્મરણ,તમે આવકાર આપો છો.

      -દિનેશ નાયક  "અક્ષર"
સરડોઈ

©Nayak Dinesh #sad_shayari
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

રંગ જામ્યો છે નવલી નવરાતનો,
મારા હૈયે આનંદ અપાર હરખાતો.

મળ્યો છે સાથ સરખી સહિયરોનો,
માના ચાચર ચોકમાં ગરબો ગવાતો.

ગરબો વધાવ્યો અમે કંકુ ચોખલિયે,
દીવડાની જ્યોતથી ઝગમગ થાતો.

ગબ્બરના ગોખથી રે મા અંબા પધાર્યા,
અવની પર આનંદનો અવસર રેલાતો.

આવ્યા રે આસોનાં રૂડાં રે નોરતાં.
રંગ જામ્યો છે નવલી નવરાતનો.

    -દિનેશ નાયક 'અક્ષર'
સરડોઈ

©Nayak Dinesh #navratri
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

White બાપુ
 
ગાંધી મૂલ્યોનો દેખાડો કરી નેતાઓ ચૂંટાય છે બાપુ,
સ્વતંત્ર ભારત સમસ્યામાં સતત જકડાય છે બાપુ.

સત્યના પ્રયોગ તમારા પુસ્તક પૂરતા સીમિત રહ્યા,
સત્ય, અહિંસાનાં મૂલ્યો આજે ભૂલાય છે બાપુ.

ટોપી,રેંટિયોને ખાદી યાદ તમારી રહી એટલી,
જયંતિ - નિર્વાણ દિને દેખાડો કરાય છે બાપુ.

સ્વરાજ માટે હથિયાર એક લાઠી પણ ડર્યા નહી તમે,
દાંડી કૂચનું ઋણ મોટું ક્યાં કોઈથી ચૂકવાય છે બાપુ.

આઝાદી માટે જંગ છેડ્યો ગોરા અંગ્રેજો સામે,
નીડરતાનું જીવન તમારું ક્યાં જીવાય છે બાપુ.

   -દિનેશ નાયક "અક્ષર"
        સરડોઈ

©Nayak Dinesh #gandhi_jayanti
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

White વૃક્ષોથી આ ધરતી હરિયાળી થઈ જાય છે,
હવા મહેકતી સુહાની સુહાની થઈ જાય છે.

ફળ ફૂલ છાયાનો મોઘમ ઉપહાર આપે,
વૃક્ષ કૃપાથી ધરતી નિરાળી થઈ જાય છે.

પંખીઓનો કલરવ જાણે વૃક્ષોની વાણી છે,
મન શાંત લીલાં વૃક્ષો નિહાળી થઈ જાય છે.

વન ઉપવન બાગ બગીચા ધરતીની શોભા,
વૃક્ષો ઊંચા થૈ ગગન વિહારી થઈ જાય છે.

વૃક્ષો આપે છે સંદેશ - પ્રકૃતિ પ્રતિ પાછા વળો,
ખરતા ખીલતા વૃક્ષો બલિહારી થઈ જાય છે.

   -દિનેશ નાયક "અક્ષર"
         સરડોઈ

©Nayak Dinesh
  #short_shyari
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

સમજવામાં મારી થઈ હશે ભૂલ,
હાથમાં જોઈ એના ગુલાબનું ફૂલ.
દૂરથી આવતા જોઈ હું હરખાયો
પણ બનાવી ગઈ એ એપ્રિલફૂલ

©Nayak Dinesh #boatclub
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

ફોરમતાં  કેસુડાનાં ફૂલો લઈ ફાગણ આવ્યો રે,
નટખટ પિચકારીના રંગો લઈ ફાગણ આવ્યો રે.
આંબલિયાની મંજરી શણગારી ફાગણ આવ્યો રે,
જોબનિયું ગુલાબી અલગારી ફાગણ આવ્યો રે.
રાધાના કાન્હા ને મીરાંના ગિરધારી લઈ ફાગણ આવ્યો રે,
રાતો અંધારી અજવાળી લઈ ફાગણ આવ્યો રે.
વરણાગી કેસરિયો જોબનધારી લઈ ફાગણ આવ્યો રે,
કોયલ કંઠે પંચમ સૂર રેલાવી ફાગણ આવ્યો રે.
ઘૂંટાતો નવરસ રંગીલો લઈ ફાગણ આવ્યો રે,
વન ઉપવનની ફોરમ છેલછબીલો લઈ ફાગણ આવ્યો રે.

      -દિનેશ નાયક "અક્ષર"

©Nayak Dinesh #Holi
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

સૌનું કલ્યાણ કરે કલ્યાણકારી મહાદેવ શિવ,
સૌ કોઈ ધ્યાન ધરે કલ્યાણકારી મહાદેવ શિવ.

ઉમાપતી કૈલાસ પર નિરંતર ધરતા ધ્યાન,
યોગી અઘોરી સ્મરે કલ્યાણકારી મહાદેવ શિવ.

અજબ છે સંસારની માયા જપતાં સંકટ ટળે,
અંગ પર ભુજંગ ફરે કલ્યાણકરી મહાદેવ શિવ.

છે સદા સૌ માટે સુખકારી ભોળા શંકર ભંડારી,
લોટો જળમાં ભવ તરે કલ્યાણકારી મહાદેવ શિવ.

દુઃખીજન દેવાધિદેવ મહાદેવના શરણાગત,
ભવ ભવ તેના તરે કલ્યાણકારી મહાદેવ શિવ.

    -દિનેશ નાયક "અક્ષર"
          સરડોઈ

©Nayak Dinesh #mahashivaratri
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

26 jan republic day પુણ્ય ભૂમિ ભારતમાં આજ લોકશાહીનું રૂડું પર્વ ઉજવાય છે,
હર ભારતીય આનંદ આનંદથી ગર્વભેર આજે મલકાય છે.

ગણતંત્ર તો છે આધુનિકને વિકાસશીલ રાષ્ટ્ર નિર્માણનો પાયો,
પડકારોની સામે જ બંધારણનું ગૌરવ જાળવી છલકાય છે.

ન્યાયપૂર્ણ વાતાવરણમાં સમૃદ્ધિનું નિત્ય નવ નિર્માણ કરે છે,
ચારેકોર વિકસિત ભારત જોઈ હર ભારતીય હરખાય છે.

ધર્મ કર્મ ભક્તિ ભાવમાં સૌથી પ્યારું પ્યારું ન્યારું ન્યારું છે આ ભારત,
જ્યાં જ્યાં વસે છે ભારતીય ત્યાં ત્યાં ભારતની પુણ્ય ભૂમિ સમજાય છે.

માતૃભૂમિની સ્વતંત્રતા માટે શહીદોનું મહાબલિદાન,
હર ભારતીયના મનમાં આદર ગૌરવ ભાવ સદા ઉભરાય છે.

      -દિનેશ નાયક "અક્ષર"

©Nayak Dinesh #26janrepublicday
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

Shree Ram દેશમાં અયોધ્યા મહોત્સવનો ઉમંગ છે,
સરયૂથી સાગર લહેરાતી દિવ્ય તરંગ છે.

છે નિરાળું શ્યામવર્ણી પ્રભુનું બાળસ્વરૂપ,
ફિક્કો જાણે સ્વર્ગનો વૈભવ - દેવો પણ દંગ છે.

ઝળહળે છે અવધનગરીને ભારત ભૂમિ,
ઘટમાં ઘટમાં ઘૂંટાતો વિજયી ભગવો રંગ છે.

પ્રતીક્ષા પૂરી થઈ પધાર્યા છે રઘુનંદન,
મર્યાદા પુરુષોત્તમનો અનોખો ઢંગ છે.

રામ તો છે પતિત પાવનને તારણહાર,
રામનામ એક સત્ય આખર તો સંગ છે.

-દિનેશ નાયક "અક્ષર"

©Nayak Dinesh #shreeram
loader
Home
Explore
Events
Notification
Profile