Nojoto: Largest Storytelling Platform
vijaygohelsaahil3133
  • 120Stories
  • 3Followers
  • 1.3KLove
    2.4KViews

Vijay Gohel Saahil

About Author - વિજય ગોહેલ કવિ , લેખક ઉપનામ સાહીલ જન્મ : અમદાવાદ સાહિત્ય લેખન : લેખો, વાર્તા, ગઝલ, કાવ્ય , રચના , અને એમની સૌ પ્રથમ વાર્તા પ્રતિક્ષા આક્રોશ ન્યૂઝ પેપર માં પ્રકાશિત થઇ હતી કોલેજ કાળ થી અને મરીઝ સાહેબ ની ગઝલો થી પ્રેરાઈએ ને અને સાહિત્ય માં રસ હોવા થી એ લેખન તરફ પ્રેરાયા ધબકાર ગ્રુપ ના અભિવ્યક્તિ નામ ના ઈ મેગેઝીન માં એમની સૌ પ્રથમ ગઝલ ''દર્દ'' પ્રકાશિત થઇ હતી. વિશેષ લાયકાત : દરેક પ્રસંગ, વ્યક્તિત્વ ને અનુરૂપ લખવું એમની એક રચના ઓ દિલ ને દર્દ દેનારા , સંગીત માં લયબદ્ધ થઇ ને રજુ થઇ છે જે You tube પાર પ્રાપ્ય છે..

https://youtube.com/channel/UCd_OOxhi17YKUYQPDm3MfVw

  • Popular
  • Latest
  • Video
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

White *દોસ્ત* તારા નગર માં આવવું જો સહેલું નથી હવે
યાદો જૂની અને ખાલીપો નવો ઘેરી વળે છે હવે

ઉભો રહ્યો બાંકડે ફરી આવી ને પહેલાં  જેમજ
તારો અણસાર કે તું પણ અંહી ક્યાં મળે છે હવે ?

©Vijay Gohel Saahil
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

White એ દીવસે પણ રાંધણ છઠ્ઠ પછી ની શીતળા સાતમે ફૂટપાથ નજીક એક કાર આવી, ડ્રાઈવરે જમવાનુ ભરેલી થેલી એક બહેન અને બાળક ને આપી અને કાર નિકળી ગઈ.

થેલી માં ગઈકાલ ની બનાવેલી વાનગીઓ હતી, બાળકે કુતુહલતા થી માં ને પૂછ્યું માં આજે આટલું સરસ જમવાનું કેમ, માં એ કહ્યું શીતળા સાતમ હોય એટલે લોકો સારી વાનગીઓ આજે બનાવીને આવતી કાલે જમે.

બાળકે એક પૂરી મોઢા માં નાખી, અને બોલ્યો આપણે તો રોજ વાસી અને ગઈકાલ નું જ જમીએ છીએ, આપણે તો રોજ શીતળા સાતમ હોય હેં ને માં ??

માં એ એને છાતી સરસો ચાંપી દીધો.

©Vijay Gohel Saahil #GoodMorning
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

छत पे छेद हे, उसका भी एक सबब यह हे 
उजाला पंहोचता रहेगा गरीब के घर अब

©Vijay Gohel Saahil
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

ખબર જેવી થઈ કે પતંગિયા એ ફૂલોને મળવાનું સરનામું, મન માં રાખ્યું છે
ત્યાર થી બધાં અત્તર નાં શોખીનો એ પતંગિયાનું બહુ ધ્યાન રાખ્યું છે

નીચોવાઈ ગયા એકેક ફૂલો બાગ ના જ્યાર થી મોંઘી શીશી ઓ માં
પછી બાગે મૌસમ ને કાન માં કહ્યું, જા કાચ ની શીશી માં આખું ચમન રાખ્યું છે.

©Vijay Gohel Saahil #Butterfly
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

White અહમ ને તારા માં થી હે મન, પહેલા થોડો નીકાળી તો જો
સબંધો કાચ ની જેમ તૂટી થોડા જાય? તુ એને સંભાળી તો જો

રણ ભૂમિ માં ભલે છીએ ઊભા , કલમ જ તો છે તીર અને કમાન 
હાર અને જીત તો પછી ની વાત, પહેલા તુ! સિક્કો ઉછાળી તો જો

©Vijay Gohel Saahil #flowers
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

પર્ણ પલળ્યું વરસાદ માં કે રડ્યું, ખબર નથી 
કદાચ આ બધો મોસમ નો દોષ લાગે છે

આંખો માં કાજળ  ઝુલ્ફો માં ગુલાબ, 
આ ગુલાબ જન્નત ઉલ ફિરદૌશ લાગે છે

©Vijay Gohel Saahil
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

Village Life वो रहा पेड़, अब आगे मेरा घर होगा
देखेंगे गांव में, अब केसा मंजर होगा

ये रास्ता जा रहा हे शहर की और
गांव से शहर, यकीनन बंजर होगा

©Vijay Gohel Saahil #villagelife
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

White ''વરસાદે''

અપાવ્યો છે આજે ફરી તારો ભાસ વરસાદે
ભીનો મને જ રાખ્યો છે કેવો ખાસ વરસાદે

જૂના સ્મરણ આમ અચાનક જાય છે જાગી 
ભીંજવી આંખો પુરી કરી બાકી આશ વરસાદે

એક તો વરસાદ ઊપર થી આ એકલતા
જાણે રોકી રાખ્યો છે, મારો શ્વાસ વરસાદે

અમને ભીંજવવા માં જાણે રહી ગઈ છે કસર
એમ રોક્યુ છે આજે આખું આકાશ વરસાદે

આંસુ ઓ ને આ વરસાદી ઝાપટાં માં છુપાવી દેતા
બસ આપ્યો હોત થોડો સાથ, જો કાશ વરસાદે 

લાગણીઓ વિશ્વાસ રાખી બેઠી આંખ ના સાહીલે
પણ છલકાવી આંખો ને, તોડ્યો વિશ્વાસ વરસાદે

૧૨.૦૬.૨૦૧૯

©Vijay Gohel Saahil #hindi_poem_appreciation
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

આ રંગ જે સફેદ આકાશે લાગ્યા કરે છે રોજ
એમ વચનો માં પણ આપણે સાફ હતા 
"યાદ છે તને"

©Vijay Gohel Saahil
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

શહીદ ની ગઝલ

સરહદે નીકળી ને ગોળી, શરીર ની આરપાર આવી હશે
તો પરીવારની સાથે આંસુ,વતન ની આંખ માં લાવી હશે

રાહ જોતી હતી માં કે,વાયદો કર્યો તો એણે આવવાનો
કયા કાળજા થી, કોણે, શહીદીની વાત સંભળાવી હશે

વચન જેને તેં આપ્યું હતું, એ ઊભી વાટે રોજ તાકે છે
કયા મર્દે જઇ ને હકીકત થી, રૂબરુ એને  કરાવી હશે

દોસ્ત બની ને ભાઇ સાથે કરી હતી મસ્તી અને મજાક
ભાઇ એ સાચવી રાખેલ હવે, વાતો કોને સંભળાવી હશે 

આવતા જ તને બાજી પડતી,ખમ્મા મારા વીર કહી ને
વ્હાલી આંખોને સમયે કેમ, બેફાટ આ રીતે રડાવી હશે

ગર્વ જે હ્રદય નો,અને આંગળી પકડી ભરી હતી પગલી
એ મસ્તકે કોના ખભે જઇ, ધાર અશ્રુ ની વહાવી હશે

©Vijay Gohel Saahil #shaheeddiwas
loader
Home
Explore
Events
Notification
Profile