Nojoto: Largest Storytelling Platform
jadejasarkar5258
  • 20Stories
  • 28Followers
  • 145Love
    0Views

mr.virubha02

virubha ni kalam shayar jadeja

  • Popular
  • Latest
  • Video
e6a8cddcfb5d0f1279b66b1bd3aa350f

mr.virubha02

દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે,
કે મુજને મુફલિસીમાં પણ એ માલામાલ રાખે છે!

✍વિરુભા ની કલમ✍
e6a8cddcfb5d0f1279b66b1bd3aa350f

mr.virubha02

પ્રેમ માણસ ને કરો
તેની "આદતો" ને નહીં....
"ક્રોધિત" તેની વાતોથી થાવ    
પણ તેનાથી નહીં.....
"ભૂલી જાવ" તેની ખામીઓ
           પણ તેને નહીં.....
              કારણ કે
"સંબંધો"થી વધીને કંઈ પણ નથી...
દરેક દિવસની શરૂઆત એક અપેક્ષાથી થાય છે અને અંત એક અનુભવથી.!

✍વિરુભા ની કલમ✍
e6a8cddcfb5d0f1279b66b1bd3aa350f

mr.virubha02

ભીનાશમાં ક્યાંક 
દાદાજી લપસી ના જાય 

એટલે હાથ એમનો ઝાલી લીધો...

 અચાનક પગ મારો જ લપસી ગયો 
અને 
સહારો એ ધ્રુજતા હાથનો જ મળ્યો....
✍વિરુભા ની કલમ✍ #દાદાજી

#દાદાજી #વિચાર

e6a8cddcfb5d0f1279b66b1bd3aa350f

mr.virubha02

બહું ઊંચી અપેક્ષાઓ નથી અમારી,
રહેવાને તારા દિલ જેવુ ઘર મળે તો ચાલે.
સુરજ-ચાંદના સપનાઓ નથી મારા,
થોડા દિપકોથી અંધકાર ટળે તો ચાલે.
મઘમધતા અત્તરોથી જીવન નથી મહેકાવું મારે,
થોડા ફુલોની સુગંધ એમાં ભળે તો ચાલે.
આખી દુનિયાની ચાહત નથી જોઇતી મારે,
બસ તું એક જ મારા પ્રેમમાં પડે તો ચાલે.
ઇશ્વરને પણ તકલીફ નથી આપવી મારે,
લખ મારી તકદીર તું તારા હાથો વડે તો ચાલે.
મારા પ્રેમ વિશે બહું કહીશ નહિ,
ખાલી મારી આત્માને તું વખાણે તો ચાલે.
હશે ઘણું મળવાનું જીવનમાં,
પણ મને તો ફક્ત તું એક મળે તો ચાલે....
✍વિરુભા ની કલમ✍ #સાથ

#સાથ

e6a8cddcfb5d0f1279b66b1bd3aa350f

mr.virubha02

પડછાયા ને પૂછ્યું કે,
કેમ આવે છે? મારી સાથે !

તેણે હસીને કહ્યું,
બીજું કોણ છે તારી સાથે?
✍વિરુભા ની કલમ✍ #
e6a8cddcfb5d0f1279b66b1bd3aa350f

mr.virubha02

તમારી આંખ ચાડી ખાય છે  
હ્રદયમાં કૈંક તો ઘૂંટાય છે
✍વિરુભા ની કલમ✍
e6a8cddcfb5d0f1279b66b1bd3aa350f

mr.virubha02

આજ કાલ જીંદગી ના સોપાનો મા ખોવાયેલો છુ,ને આમજ પુસ્તકો ના પાનાઓ મા ખોવાયેલો છુ
           ✍ વિરુભા ની કલમ✍ #420
e6a8cddcfb5d0f1279b66b1bd3aa350f

mr.virubha02

દરેકનાં ખભા પર સંજોગોનો બોજ હોય છે સાહેબ,
અગત્યનું એ છેકે તમે એ કંઈ રીતે ઉંચકો છો...
✍ વિરુભા ની કલમ✍ #khuni jindgi
e6a8cddcfb5d0f1279b66b1bd3aa350f

mr.virubha02

ખખડાવતા રહીયે દરવાજા 
એકમેકના મનના, 
મુલાકાત ના થાય તો કાંઈ નહિ 
રણકાર રહેવો જ જોઈએ 🙏
 ✍વિરુભા ની કલમ✍ #lover420
e6a8cddcfb5d0f1279b66b1bd3aa350f

mr.virubha02

આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું
મારી મનોદશાની તને જાણ નહિ કરું

ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું શહેર
તારી ગલીમાં આવીને રમખાણ નહિં કરું 

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કરગરી, વધુ રોકાણ નહિ કરુ
✍વિરુભા ની કલમ✍
loader
Home
Explore
Events
Notification
Profile