Nojoto: Largest Storytelling Platform
parmardhirajr5323
  • 74Stories
  • 16Followers
  • 632Love
    0Views

dpwritezs

अगर, लिख दिया सब कुछ तो, मुझे ढूंढोगे कैसे ।

  • Popular
  • Latest
  • Video
f4ded287c478b30822cededd152a8bfe

dpwritezs

પુસ્તક જિંદગીનું

ધીરે ધીરે જિંદગી વીતી જાય છે
યાદોનું જાણે પુસ્તક લખાય છે,

કોઈને પન્ના પર રખાય છે
તો કોઈ કવર પર છપાય છે,

કોઈને હાંસિયામાં પણ સ્થાન નથી
 તો પણ એમને લખાય જાય છે,

અનુક્રમણિકા  કરી પુસ્તક ની તો,
તેમાં સ્થાન દુઃખ ભૂંસાય જાય છે,

આગવું સુખ લખી ને શું કરું ??
રહસ્યમય પુસ્તક તો વંચાય છે,
                         -ધીરજ પરમાર

         Dpwritezs #પુસ્તક_જિંદગીનું

#પુસ્તક_જિંદગીનું #કવિતા

f4ded287c478b30822cededd152a8bfe

dpwritezs

દેશ નો શ્રમિક

 વાત ખાલી એટલી જ હતી કે
તે ભારતમાં રહેતા શ્રમિક હતાં,

દેશમાં એક જ મહામારી આવી ને
સરકાર પણ તેમને ભૂલવા લાગી,

દુનિયા ના ખૂણે ખૂણે થી લવાયા જન
પણ જે દેશમાં તેઓને ભૂલી જવાયા,

ભૂલ ખાલી એટલી જ હતી, એમની કે
દેશ માં જ રોજગારી મેળવી હતી,

આવા  ક્ષણે માલિકે સાથ છોડ્યો, હશે,
ત્યારે શ્રમિક આર્થિક રીતે  તૂટ્યો હશે,

અમને રસ્તો ઘણો ટૂંકો લાગ્યો, જ્યારે
 મંજિલે ઘર નું બારણું દેખાવા લાગ્યું

ખભે બેઠી માં, બાળ એનું કેડમાં,છતાં
વજન ક્યાં હતું, જેટલું એની જડમાં,

ભૂખ્યો છે દિવસો, નસીબે જળની મળ્યું
પ્રકૃતિ સમજી દુઃખને,નદી ને ઝાડ મળ્યું,

ભરી આંખે જતાવી એની સફર ની વ્યથા, કે
"તૂટ્યા છે મારા પગરખાં,હીંમ્મતને હજી વાર"
                                     ~ધીરજ પરમાર #દેશનો_શ્રમિક

#દેશનો_શ્રમિક

f4ded287c478b30822cededd152a8bfe

dpwritezs

ગુજરાત જીતશે જંગ

ગુણથી ગુણી ગુજરાતની ધરા,
           ફરી સંઘર્ષ કરી જંગ જીતશે,
વધ્યા છે માત્ર કેસ ના આંકડા
           છતાં તૂટ્યા નહીં હિંમતના બાંકડા,
મંદિરો પર તાળા મળ્યા 
           ઈશ્વરને હોસ્પિટલમાં જોયા છે,
ફરતું જનજીવન ઠપ થયું છે
           ખાખીમાં ફરતા સાવજ જોયા છે,
વિજળી ની તો અછત નથી
            સૌ સૌ ફૂટ પર કર્મી તૈનાત છે,
સ્વચ્છ રાખ્યું નગર આપણું
            સફાઈકર્મીને દિલથી સલામ છે,
બધા કર્મી વોરિયર્સ બન્યા
             સહુ ને નતમસ્તક નમન છે,
કહી ગુર્જરીને સાહસની ભૂમિ
             ફરી રણભૂમિ માં આવ્યા છે,
રચેલા ઇતિહાસ તાજા થશે
             ગુજરાતી ફરી રાજા થશે,
ધન્ય ધન્ય ગુજરાત ની ધરતી,
               ફરી બનશે વીરો ની ભૂમિ.
                                -reena #કોરોના_વોરિયર્સ

#કોરોના_વોરિયર્સ #કવિતા

f4ded287c478b30822cededd152a8bfe

dpwritezs

મારી માં

મારી હસીનું પહેલું રાજ બની,
મારા રડવા નું પહેલું કારણ,

હર ઘડી મારા મુખે ફરતું, 
એ માડી તારું નામ..

લખું કવિતા તારા પર,
હજી એવો કલાકાર નથી..

બસ તારા પ્રેમને સમજી તેવી,
તેવી કોઈ કળાનું નામ નહીં..
                     -ધીરજ પરમાર #માં

#માં #કવિતા

f4ded287c478b30822cededd152a8bfe

dpwritezs

ગુજરાતનું સાહસ

વિશ્વ નજરે ગુજરાત છે
          કારણ કે આશા ત્યાં અમર છે
વેક્સીન ની શોધ જારી છે,
          અહીંયાના વોરિયર્સમાં ખુમાર છે,
રોજી મૂકી ઘરમાં બેઠો
           માનવ પહેલો વોરિયર્સ છે,
ખુશનસીબ છે આપણે,
            કે જ્યાં સરકાર આટલી સિરિયસ છે,
ડૉકટર ને તો ભગવાન કહ્યા,
            આજે શોર્યરૂપ દેખાવ્યું છે,
ખાખી માં ફરતા રક્ષક જોયા
             એમના કાર્ય ને બિરદાવ્યું છે,
ગામ-શહેર સ્વચ્છ બનાવ્યા
              સફાઈકર્મીની વાત તો ન્યારી છે,
વીજળી ની કોઈ અછત નથી
              આ જનજીવન તેમનું આભારી છે,
જનસેવા પૂરજોશમાં ચલાવી
              આ ધરા એમની ઋણી રહેશે,
ગૌરવ ની આ વાત છે,
              જે ગુર્જરી મારી માત છે,
અમૂલ્ય ગુજરાતની અસ્મિતા
               એવા કોરોના વોરિયર્સ ને સલામ છે,

નામ: પરમાર ધીરજ રાજેશ ભાઈ
કૉલેજ: નવજીવન સાયન્સ કૉલેજ,દાહોદ #ગુજરાતનું_ગૌરવ

#ગુજરાતનું_ગૌરવ #કવિતા

f4ded287c478b30822cededd152a8bfe

dpwritezs

સંબંધ માં થોડી કડવાહટ પણ જરૂરી છે,
બાકી ગાળ્યા ગોળ માં કીડીઓ આવવા લાગે. #સંબંધો

#સંબંધો #શાયરી

f4ded287c478b30822cededd152a8bfe

dpwritezs

અજાણ્યા

અજાણતામાં એ મળ્યા હતા, જે
ફરી અજાણ્યા બની રહી ગયા !

જેમની મનની વાત મનમાં રહી,
મુખે થી બોલાતાં રહી ગયાં !

અઘરી હતી,શબ્દોની માયાજાળ
શબ્દો ની મુંઝવણમાં તે રહી ગયા !

વાત કરી, વિવાદ કર્યા જેમને, તે
અઢી અક્ષરે આવી અટકી ગયા !

દરિયા જેવી વાતોના વચન હતા,
જે પાણીનું બિંદુ બની રહી ગયા!

પહેલા સફરમાં જે મળ્યા હતા, તે
બીજી મુલાકાત વગર રહી ગયા!

ચલ મન હવે જીવી લઈએ,
ફરી એકલતામાં આવી ગયા !
                      -ધીરજ પરમાર

dpwritez #અજાણ્યા

#અજાણ્યા #કવિતા

f4ded287c478b30822cededd152a8bfe

dpwritezs

એક મોકો કુદરતનો

એક મોકો આપ્યો છે કુદરતે તને
            હવે તો બદલાઈ જા માણસ તું,
ક્યાં સુધી પ્રકૃતિને દુઃખ આપીશ
            હવે ફરી સુખ આપતા શીખી જા તું,
જળ ના સ્ત્રોત માં કેમિકલ્સ ભર્યું,
             શીતળ જળ ની આશા રાખી છે તે,
ફરી જળસસંય ઉજળો બન્યો,
             હવે, તો શુદ્ધતાનો ગુણ શીખી જા તું,
પૃથ્વીને ધરાવ્યાં વસ્ત્રો પ્લાસ્ટિક ના,
             હરિયાળી ની આશા રાખી છે તે,
ફરી, ધરા સ્વચ્છ બની ખીલી છે
             સ્વચ્છતા નો ગુણ શીખી જા તું,
પ્રદૂષણ ફેલાવી હવામાં તે
              ચોખ્ખા દ્રશ્યમાનની આશા રાખી છે તે,
ફરી, મીલોથી પર્વત દેખાવા લાગ્યા
             હવે, આ દ્રશ્ય જાળવતા શીખી જા તું,
પ્રકૃતિનો આ એક પ્રકોપ છે
             ફરી પ્રકૃતિ સાથે જીવતા શીખી જા તું.
                                        -ધીરજ પરમાર
dpwritezs #એક_મોકો_કુદરતનો

#એક_મોકો_કુદરતનો #કવિતા

f4ded287c478b30822cededd152a8bfe

dpwritezs

મારા બે શબ્દો માં છંદ શોધો છો તમે,
લાગે છે મારા 'ગુરૂ'માં ભૂલ શોધો છો તમે.

dpwritezs #છંદ

#છંદ #Life_experience

f4ded287c478b30822cededd152a8bfe

dpwritezs

એક રહસ્ય: પ્રકૃતિ

શું લખવું એ ધરોહર પર,
                      જેના ક્ષણે રહસ્યો હજાર છે,
ફૂલ નું ખીલવું, કૂંપળ નું ફૂટવું
                     જે ફરતી ઋતુઓની કળા છે,
વહેતા નીર ઝરણાંના, નદીનો મળતો સંગમ
                     જે વરસતા વરસાદની ઋણી છે,
આભે અડકે ડુંગરા, શિર્ષ પાર વાદળને,
                     જે ઊંચાઈ માટે ની મોહતાજ છે,
દિવ્ય દૃષ્ટિએ વૃક્ષ, ક્ષૃપ ની કમી નથી
                     જે હરિયાળી ધરા નું રાજ છે,
વનની વળતી ગુંજ, વસતા જીવની વસ્તી
                     જેનાથી ધરાની ધરોહર છે,
સૂરજની ઢળતી સાંજ,નિશાએ ચમકતો ચાંદ,
                     જે સમગ્ર  બ્રહ્માંડ નો ભવ છે,
ધોળો રાખ્યો દિન, રાત ને કાળી કરી,
                     જેની સાથે બનતો મેઘધનુષ છે,
વર્ષાની લીલી ધરા, વસંતે વેરાન પ્રદેશ
                      જે ધરાની બદલાતી તસવીર છે,
વળતા વાયુની વળ, જળનો અખૂટ સ્ત્રોત
                       જે વસતા જીવનું જીવન છે,
કયા ક્ષણને લખવા બેસું, એ પ્રકૃતિ
                        તારા દરેક પળતો અહેસાસ છે.
                                        - ધીરજ પરમાર
                 dpwritezs #એક_રહસ્ય_પ્રકૃતિ

#એક_રહસ્ય_પ્રકૃતિ #કવિતા

loader
Home
Explore
Events
Notification
Profile