Nojoto: Largest Storytelling Platform
espeejoshi3130
  • 6Stories
  • 24Followers
  • 37Love
    0Views

espee joshi

  • Popular
  • Latest
  • Video
f98dfef52525cb61137b70b96a882967

espee joshi

હાલવા દે

ક્યારેક મારો વારો 'ને ક્યારેક તું, હાલવા દે.
ક્યારેક ભાવે બહુ, ક્યારેક થૂ થૂ, હાલવા દે,

બગીચાના ફૂલોમાંય ઉભરાય છે માણસ,
ક્યારેક સુગંધ 'ને ક્યારેક બદબૂ, હાલવા દે.

શરત છે મારી જો સથવારે હોય હાલવું,
ક્યારેક મદદ કરું, ક્યારેક નડું, હાલવા દે.

જિંદગી તો એક જુગાર છે 'અરમાન',
ક્યારેક ઊંધું પડે' ને ક્યારેક સમું, હાલવા દે.

©espee joshi #હાલવાદે 
#withyou

#હાલવાદે #withyou #શાયરી

f98dfef52525cb61137b70b96a882967

espee joshi

ચાલને જિંદગીને થોડી rewind કરીએ.
થતું હોય તે થાય ભલે, ના mind કરીએ.

Rewind કરતાં પહેલાં કરવું પડે Stop,
સમયના આ પડાવને બનાવીએ top,
પોતાની જાતને ખુદમાં find કરીએ,
ચાલને.....

એ ગામના ગોંદરા, જંગલ 'ને river,
આડેધડ રખડીએ તોય ના'વે fever,
સુખ અને દુઃખને સાથે grind કરીએ,
ચાલને....

ઘસાઈને સાવ જીર્ણ થયા relation,
જીવવામાં ક્યાં છે કાંઈ sensation,
માણસને માણસ સાથે bind કરીએ,
ચાલને....

©espee joshi #rewind 

#walkingalone
f98dfef52525cb61137b70b96a882967

espee joshi

એય છોડને હવે, ચિંતા ના કર, થઈ જાશે.
થોડું આઘું-પાછું, થોડું નીચે-ઉપર, થઈ જાશે.

ક્યાં કશું બાંધીને લાવ્યા'તા આપણે અહીં, 
આ રોટી, આ કપડાં 'ને આ ઘર, થઈ જાશે.

હિસાબ જોઉં ત્યાં ખરેખર ખોટ જેવું લાગે,
જિંદગીને છેડે બધું સરભર, થઈ જાશે.

કોને ખબર કોણે શું કરવાનું છે 'અરમાન',
વાતવાતમાં પૂરી જિંદગીની સફર, થઈ જાશે.

©espee joshi #થઈજાશે  #જિંદગી 

#MorningTea

#થઈજાશે #જિંદગી #MorningTea #શાયરી

f98dfef52525cb61137b70b96a882967

espee joshi

કેહવું ઘણું ઘણું છે કહેવું ઘણું ઘણું છે પણ કહી નથી શકતો
દિલની વાત કહ્યા વગર રહી નથી શકતો. 
શરીર ના ઝખમો ભલે મળે મંજુર છે 
હૃદય ના ઘાવ હવે સહી નથી શકતો. 
બંધિયાર જિન્દગી ક્યાં ગમતી 'અરમાન' 
વહેનારો સતત હવે વહી નથી શકતો. #ManyThings
f98dfef52525cb61137b70b96a882967

espee joshi

लहरों से टकराना है
किस्मत को आजमाना है l
चाहे तूफ़ानों से लड़ना पड़े
कश्ती को किनारे लाना है l #Sea  Anurag Joshi shivam kumar mishra रोहित तिवारी  Bijendra Kumar Rajesh Kumar Mahto

#Sea Anurag Joshi shivam kumar mishra रोहित तिवारी Bijendra Kumar Rajesh Kumar Mahto #शायरी

f98dfef52525cb61137b70b96a882967

espee joshi

अपने जब पराये हो जाते हैं
गैर अपने साये हो जाते हैं l
ऐसी भी क्या दुश्मनी हमसे 
दोस्त भी दायें बाएं हो जाते हैं l #paraye


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile