Nojoto: Largest Storytelling Platform

કેસુડાના ફૂલોની ફોરમ લઈ ફાગણ આવ્યો રે, નટખટ પિચકાર

કેસુડાના ફૂલોની ફોરમ લઈ ફાગણ આવ્યો રે,
નટખટ પિચકારીના રંગો લઈ ફાગણ આવ્યો રે.

શણગારી આંબલિયાની મંજરી ફાગણ અવ્યોરે,
અલગારી ગુલાબી જોબનિયું લઈ ફાગણ આવ્યો રે.

રાધાના કાન્હા ને મીરાંના ગિરધારી લઈ ફાગણ આવ્યો રે,
અંધારી અજવાળી રાત લઈ ફાગણ આવ્યો રે.

વરણાગી કેસરિયો જોબનધારી લઈ ફાગણ આવ્યો રે,
રેલાવી કોયલ કંઠે પંચમ સૂર લઈ ફાગણ આવ્યો રે.

તન મનમાં ઘૂંટાતો નવરસ લઈ ફાગણ આવ્યો રે,
વન ઉપવન ફોરમ લઈ છેલછબીલો ફાગણ આવ્યો રે.

દિનેશ નાયક "અક્ષર"

©Nayak Dinesh
  PRUTHVISINH ZALA