Nojoto: Largest Storytelling Platform
bhavnabhatt4968
  • 2.7KStories
  • 56.5KFollowers
  • 32.2KLove
    4.2LacViews

Bhavna Bhatt

*પરિચય* હું ભાવના ભટ્ટ અમદાવાદ રહું છું.. મારો જન્મ આણંદ જિલ્લાના ગામડી ગામમાં થયો હતો અને અમદાવાદ ખાતે લગ્ન થયા રાજેન્દ્ર કુમાર ભટ્ટ સાથે... મને નાનપણથી જ વાંચવાનો અને લખવાનો શોખ છે મારે એક દીકરી છે અને દિકરો છે બન્ને ના લગ્ન થઈ ગયા છે. અને મારુ એક અજબ ગજબ પુસ્તક પ્રકાશિત થયું છે.. હું વોટ્સ ઓપ ના કવિ લેખકોના હરિફાઈના વિવિધ ગ્રુપમાં છું.. મારુ બ્રાહ્મણ મહિલા સેવા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.. મારી એક કવિતા દિવ્ય ભાસ્કરમા છપાઈ હતી. અખાંડ નંદ, સખી, વિવેકગ્રામ, સ્ત્રી મેગેઝીનમાં મારી વાર્તા છપાઈ છે.. સુરેન્દ્રનગર જિલ્લામાં થી પ્રસિદ્ધ થતા વતનની વાતમાં મારી કવિતા છપાઈ છે. હું પ્રતિલીપી એપ, સ્ટોરી મિરર, એપમાં લખુ છું.. મને સ્ટોરી મિરર અને પ્રતિલીપી અેપ તરફથી પુરસ્કાર પણ મળ્યો છે અને ગિફટ પણ મળી છે અને સર્ટીફીકેટ પણ મળ્યા છે... હિન્દી સાહિત્યમાં બિહાર થી એક હરિફાઈમાં ભાગ લેવા બદલ પ્રથમ નંબરે આવતા ટ્રોફી,ઈનામ અને ગિફટ મળ્યું અને હિન્દી સાહિત્યમાં ઓનલાઈન સંમેલનમાં પ્રમાણપત્રો મળ્યા છે... ભાવના ભટ્ટ ભાવુ અમદાવાદ...

https://youtu.be/jf-q4IYJW8E

  • Popular
  • Latest
  • Video
4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

White *આનંદનો અવસર* ૨-૧૦-૨૦૨૪

આનંદનો અવસર આવ્યો રે,
આજે અમાસનું સ્થાપન છે રે
પેઢીઓથી પરંપરા ચાલી આવે છે 
ચેહર મા ને ચુંદડી બદલાય છે રે.

મંદિર સજાવી શોભા વધારી છે,
નવલખી ચુંદડી ને મોતીનો હાર રે
આસોપાલવ નાં તોરણીયા બાંધ્યા છે 
આજે તો આનંદનો અવસર આવ્યો રે.

ગોરના કુવે ચેહર માતા શોભે છે,
અડલાજમા જવેરા વવાઈ છે રે
આજે માતાજી નાં તેજ વધ્યાં છે 
ચેહર મા ને થાળ ધરાવાય છે રે.

ભાવના હરખભેર સૌ દોડતા રે,
ભટ્ટ પરિવારમાં આજે ઉત્સવ છે 
ચેહર મા આ જોઈ હરખાય છે 
આનંદનો અવસર રૂડો આવ્યો રે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #sad_quotes આનંદનો અવસર...#Nojoto

#sad_quotes આનંદનો અવસર... #કવિતા

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

આનંદનો અવસર... #Nojoto

આનંદનો અવસર... #ભક્તિ

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

White *નજરની અસર*  ૧-૧૦-૨૦૨૪

એવી નજરની અસર થઈ કે,
ચેહર મય બનીને રહી ગઈ
માની મમતા ભરી નજર જોઈ
હ્રદયને શાંતિ મળી ગઈ છે.

દિલ ખોલીને માનાં દર્શન કર્યા,
ભાવના મનડું ભરાઈ ગયું 
મા એ કરુણા ભરી નજર કરી
ચેહર માએ કૃપા કરી દીધી.

દિલ ખોલીને પોકાર પાડયો છે,
ચેહર મા વાયુવેગે આવ્યાં છે 
માનું મુખડું મલકતું જ્યાં જોયું 
નજરની અસર હૈયે અંકાઈ ગઈ.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #sad_qoute નજરની અસર... #Nojoto

#sad_qoute નજરની અસર... #કવિતા

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

White *આવ્યાં નોરતાં* ૩૦-૯-૨૦૨૪

આવ્યાં નોરતાં હૈયામાં ઉમંગ છાયો રે,
ચેહર માને ચોસઠજોગણી ટોળે વળે રે

ચેહર માને દેવીઓ ચર્ચા કરી રહ્યાં રે,
કોણ કોણ કીયો શણગાર પહેરી શું રે.

રથડાઓને ઘુઘરમાળ લગાવી દીધાં રે,
નવદુર્ગાને ચેહર નોરતાની તૈયારી કરે રે.

દેવીઓ કહે ધરતી પર ગરબે ઘૂમવુ રે,
સેવકોને  ભાવના એવાં જ ફળ દેવા રે.

નભમાં તાડામાર તૈયારીઓ ચાલે છે રે,
દેવીઓ ને ચેહર માનાં હૈયાં હરખે  રે...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #Sad_Status આવ્યા નોરતાં..‌ #Nojoto

#Sad_Status આવ્યા નોરતાં..‌ #કવિતા

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

ગંગા મૈયા ની પૂજા...🙏... #Nojoto

ગંગા મૈયા ની પૂજા...🙏... #ભક્તિ

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

White *અંતરવલોણું* ૨૯-૯-૨૦૨૪

સહજીવન એટલે અંતરવલોણું 
સંબંધ નિભાવવા માટે 
ડગલે ને પગલે 
સમાધાન માટે ચાલતું અંતરવલોણું 
ભાવના ફરી ફરી વલોવાતુ વલોણું 
લાગણીઓને વાગોળી વાગોળી
ને સંબંધ ટકાવવા મનથી
કરાતું સમાધાન 
એટલે જ અંતરવલોણું...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #sad_quotes અંતરવલોણું... #nojotoapp

#sad_quotes અંતરવલોણું... #nojotoapp #કોટ્સ

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

White ક્યાં લખાય છે દિકરા વિશે,
દિકરીઓ પર તો સૌ લખે છે.
દિકરો લાગણીનો દરિયો છે 
છતાંયે દિકરાને વગોવાય છે 
ભાવના વ્યહવારમાં ખેલ ના કરાય, કારણકે દિકરાની લાગણીઓના 
ક્યારેય સેલ ના ભરાય...
દિકરા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ..
નેશનલ સન ડે દિકરા જીનુ

©Bhavna Bhatt #good_night દિકરા... #Nojoto

#good_night દિકરા... #કોટ્સ

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

White *અંધશ્રદ્ધા* ૨૭-૯-૨૦૨૪

આજે ઠેર ઠેર ધર્મના નામે પાખંડ વધ્યા,
એ થકી તો માનવ માં અંધશ્રદ્ધા વધ્યા.

 ધર્મનાં ગાદીપતિ બનીને દાનવ થયાં છે,
 દુનિયામાં ચારેકોર કેર વર્તાવી રહ્યા છે.

ભારત દેશ તો સંતો મહંતોની ધરતી છે,
જ્યાં ધર્મ પ્રત્યે ભરોંસે જ જીવાય છે.

ભાવના આજે  ઠેરઠેર પાખંડ વધ્યા છે,
એ થકી તંત્ર વિદ્યાનો પ્રયોગ વધ્યો છે.

ધર્મના નામે ચાલતા આડંબર વધ્યાં છે,
 રૂપિયા કમાવા ખોટાં નુસખા વધ્યાં છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #Sad_Status અંધશ્રદ્ધા... #Nojoto

#Sad_Status અંધશ્રદ્ધા... #કવિતા

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

White *દુષ્કાળ* ૨૬-૯-૨૦૨૪

વડીલો દુષ્કાળની વાતો કરતાં હતાં,
કેવો ભયનાક ભૂખમરો હતો
ચિત્ર જોઈને જ હ્રદય દ્રવી ઉઠ્યું છે
કેવી અરાજકતા ફેલાઈ હતી.

આજે માણસાઈનો દુષ્કાળ પડ્યો છે,
ને રૂપિયા નો ભૂખમરો સર્જાયો છે 
ગમે તે કરો પણ રૂપિયા રળવા છે
માણસ હવે લોહી તરસ્યો બન્યો છે.

ભાવનાઓનો તો દુષ્કાળ પડ્યો  છે,
દંભને દેખાડા નો માહોલ છવાયો છે
માનવતા તો ક્યારનીયે મરી પરવારી છે 
રૂપિયાની ભૂખમાં આંધળો થયો છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #sad_shayari દુષ્કાળ... #Nojoto

#sad_shayari દુષ્કાળ... #કવિતા

4dba6dbac6ab970c2d2849aa3f187e8e

Bhavna Bhatt

ગંગા મૈયા ની આરતી... #Nojoto

ગંગા મૈયા ની આરતી... #ભક્તિ

loader
Home
Explore
Events
Notification
Profile