Nojoto: Largest Storytelling Platform

Best શા Shayari, Status, Quotes, Stories

Find the Best શા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about 'ગુજરાતી શાયરી दीपावली',

  • 3 Followers
  • 15 Stories

Vishu Palanpuri

" શા માટે? "

એ છે ખુદાનો નિર્ણય, પણ તને ભય શા માટે? 
અડગ મને કર નિશ્ચય,આમ ગભરાય શા માટે?

નેકી તું કરતો ચલ,જાતને એકલો માને શા માટે? 
મળવાની તનેય મંજીલ,થાકલો લાગે શા માટે? 

જરૂર કરશે એ રહેમત,હિંમત હારે શા માટે? 
બાકી છે અગન-પરીક્ષા, હાર સ્વીકારે શા માટે? 

દંભ ને પ્રપંચ વડે ,રમતો રમત શા માટે?
બંદગી કરીલે બંદા, આવો પ્રમત શા માટે? 

દુઃખ જોઈ તું બીજાનું, કરતો ગમ્મત શા માટે? 
ભરે ના પેટ ભૂખ્યાનું, આટલો શ્રીમંત શા માટે? 

અંતે અહીં રહી જવાનું, કરે તું લોભ શા માટે? 
ધન દોલત બધું નકામું, આવો મોહ શા માટે? 

છોડી ગયો સિકંદર દુનિયા, ખાલી હાથે શા માટે? 
જીવ મોજી મસ્તકલંદર, આમ ગમગીન શા માટે? 

વિંધાયો હતો  કાનુડો , પારધી થી શા માટે? 
કર્મ નું ચકરડું ફરતું, ઉપાધિ તારે શા માટે? #nojotogujarati

Nalini Shah

ઈશ્વરે જિંદગી ખુશી થઈ જીવવા માટે આપી છે.. કોઈનું દુઃખ દૂર કરીને જે સુખ અને ખુશી મળે છે તે અનમોલ હોય છે.. તો શા માટે આપણે જિંદગી ને વેર ઝેર..દ્વેષ..ઘમંડ ...દંભ થી ભરી દઈએ છીએ ? શા માટે ...કોઈનું દિલ દુભાવીએ છીએ..?? સુખ વહેંચવા થઈ વધશે એ એક સનાતન સત્ય છે... .......નલિની શાહ #Quotes

read more
ઈશ્વરે જિંદગી ખુશી થઈ જીવવા માટે આપી છે..
કોઈનું દુઃખ દૂર કરીને જે સુખ અને ખુશી મળે છે તે અનમોલ હોય છે..
તો શા માટે આપણે જિંદગી ને વેર ઝેર..દ્વેષ..ઘમંડ ...દંભ થી ભરી દઈએ છીએ ?
શા માટે ...કોઈનું દિલ દુભાવીએ છીએ..??
સુખ વહેંચવા થઈ વધશે એ એક સનાતન સત્ય છે...
.......નલિની શાહ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile