Nojoto: Largest Storytelling Platform
jaytrivedi5022
  • 170Stories
  • 200Followers
  • 984Love
    818Views

Jay Trivedi

Poet, Writer & Singer.

www.mrtrivedi.wordpress.com

  • Popular
  • Latest
  • Video
13cbebf468bd0ad42d27e0ec26fdafeb

Jay Trivedi

માચીસ, ખંજર, ખુન - ખરાબા,

રામ - રહીમે શું કર્યા ઈશારા?


ધર્મ - જાતિના ભેદ કરાવી,

ઠેકેદારોએ બહુ ભર્યા પટારા. 


માસૂમ જનતા ને બાળક સમજી,

બુદ્ધિમાનોએ બહું મજા ઉઠાવ્યા.


ઉપેક્ષિત દળોએ શાંતિ ઈચ્છી તો,

'રુદ્ર' બુદ્ધમાં તે સર્વે  સમાયા!


- જય ત્રિવેદી ("રુદ્ર") 

- ૦૫/૦૮/૨૦૨૪

©Jay Trivedi
  #budhha #Original #mr_trivedi #poem  ગુજરાતી ટૂંકી કવિતા

#budhha #Original #mr_trivedi #poem ગુજરાતી ટૂંકી કવિતા

13cbebf468bd0ad42d27e0ec26fdafeb

Jay Trivedi

White ઈશ્વર મારા માત-પિતા ને,
હું એ ઈશ્વર નો દાસ.
પ્રેમ મારો પરિચય અને,
સઘળી દુનિયા મારો નિવાસ. 

માનવતા મારો પરમ ધર્મ,
હું માનવી ની જાત.
હું ને તું માં ભેદ કરું તો,
મારા અજ્ઞાન ની એ વાત.

સ્વર્ગ મારું પ્રફુલ્લિત મન,
માઁ ના ખોળા ની એ વાત.
ભુત-ભવિષ્યના ચકડોળમાં,
ન થાતો ક્યારેય હું સવાર.

આ ઘડી માં જીવી લેતો,
ધનભગી હું ધનવાન.
નાહક ચિંતા ન કરતો ક્યારેય,
'રુદ્ર' કરતો જાઉં પ્રેમ પ્રચાર. 

- જય ત્રિવેદી ("રુદ્ર")
- ૦૩/૦૮/૨૦૨૪

©Jay Trivedi
  #મારો_પરિચય #mr_trivedi #Original  ગુજરાતી કવિતા

#મારો_પરિચય #mr_trivedi #Original ગુજરાતી કવિતા

13cbebf468bd0ad42d27e0ec26fdafeb

Jay Trivedi

પ્રેમની ઈચ્છા કે ઈચ્છાઓ ની કામના?

માણવાની મજા કે પામવા ના ઓરતા?


મન એ મહેચ્છાઓ ના પાળ્યા છે પોટલા,

આસમાન ને આંબવા આવ્યા છે દોડતા.


અચરજ નહિ સાગર ના સેંજળ ખુટયે પણ,

માણસ ના કોઈ દી પણ ના ખુટે છે ઓરતા. 


કામનાઓ ની છે વાસના તો પ્રેમ નું નામ કેમ?

પ્રેમ માં તો 'રુદ્ર' હોય બસ ન્યોછાવર ની ભાવના. 


- જય ત્રિવેદી ("રુદ્ર")

©Jay Trivedi #Love #mr_trivedi
13cbebf468bd0ad42d27e0ec26fdafeb

Jay Trivedi

પાંપણ ને ફૂટી પાંખ ને આંખે સપના જોયા હજાર,'રુદ્ર'
ખરતી પાંપણને જોઈ આંખ ને શું આંસુ આવશે મજાર?

- જય ત્રિવેદી ("રુદ્ર")

©Jay Trivedi #સપના #શાયરી #Mr_Trivedi
#Original

#સપના #શાયરી Mr_Trivedi Original

13cbebf468bd0ad42d27e0ec26fdafeb

Jay Trivedi

ચિંતાતુર મનડા માં વિચારોના ચકડોળ,
ચકરાવે ચડ્યા છો તો વાંચો આ બોલ.
વીતી ચુક્યાને વારંવાર ન ખંગોળ,
'રુદ્ર' કાલની ચિંતા માં આજ ન રંધોળ.

- જય ત્રિવેદી ("રુદ્ર")

©Jay Trivedi
  #tension #mr_trivedi #Original
13cbebf468bd0ad42d27e0ec26fdafeb

Jay Trivedi

અંતરમન માં સત્ય ના ભાવ થી વાસ્તવિક સત્ય ની અનુભૂતિ કરી શકાય છે. સત્ય ની અનુભૂતિ થી મન તેની ભ્રાંતિઓ અને માયાજાળ થી અવગત થાય છે. સત્ય ના સ્વીકાર થી આ મન માયા થી મુક્ત થાય છે અને માયામુક્ત મન માં જ પ્રેમ નો સંચાર સંભવ છે. પ્રેમ સાધના સ્વરૂપ છે. નિર્દોષ છે. બંધનો થી મુક્ત છે અને એવા પ્રેમ ની અનુભૂતિ થી અંતરમન પ્રેમમય બને છે. સંસાર ને નિહાળવાનો નવો અભિગમ અંતરમન ની અંદર જન્મ લે છે. પોતે સમગ્ર સંસાર થી પૃથક નથી એ સત્ય સમજાય છે. આ સમગ્ર સંસાર જ્યારે પોતીકો લાગવા લાગે ત્યારે મન કરુણા ને જન્મ દે છે. કરુણાથી સહયોગ ની ભાવનાઓ જાગે છે અને સહયોગ ની ભાવનાથી સમગ્ર સંસાર નું હીત અને કલ્યાણ થાય છે. કરુણામય હૃદય થી કરેલા કર્મો સુખ ની પ્રાપ્તિ કરાવે છે. એ સુખ મન ને તૃપ્તિ અને શાંતિ નો અનુભવ કરાવે છે. એ સુખ નશ્વર નથી, માયા નથી. શાંત અને તૃપ્ત મન પોતાના આરાધ્ય થી એકિકાર નો અનુભવ કરે છે અને મન જીવતે જીવત મોક્ષ નો અનુભવ કરે છે.

- મારા અનુભવો

©Jay Trivedi
  #myexperiences #truth #love #compassion #rudra
13cbebf468bd0ad42d27e0ec26fdafeb

Jay Trivedi

Sad love quotes in Hindi ચરિત્ર ન પુજે કોઈ, સૌ છે પૈસા ના દાસ 'રુદ્ર',
બિલ્લીઓ બધી હજ કરેને, કુતરા બને મજાક!

- જય ત્રિવેદી ('રુદ્ર')

©Jay Trivedi #મજાક

#મજાક #શાયરી

13cbebf468bd0ad42d27e0ec26fdafeb

Jay Trivedi

"ચમત્કાર..."

આનંદ થી અંતર ઉભરાય ત્યારે,
રાસ કરવા મારો શ્યામ જાગે છે!

તમસ કેરું વિષ પીવાને ટાણે,
અંતર માં નીલકંઠ નો સાદ વાગે છે!

સમજું ઘણું પણ, એના સીમાડા ક્યાં?
ઓચિંતાજ ક્યારેક માં સરસ્વતી નો અજવાસ લાગે છે!

સ્વાર્થી અને નિર્દય આ પાષાણ હૃદય ને રોકવા,
તત્ક્ષણજ કરુણાનિધાન નો સાદ વાગે છે!

ત્યાગ અને પરોપકાર જ્યારે ક્ષીણ થવા લાગે,
તો ત્યારે મારો અંતર માનો રામ જાગે છે!

લોકો પૂછે કે આસ્તિક થઈ શું પામ્યા 'રુદ્ર'?
ત્યારે વિચારી આ વાતો, પરમેશ્વર નો ચમત્કાર લાગે છે!

- જય ત્રિવેદી ("રુદ્ર")

©Jay Trivedi #Miracle #ચમત્કાર #mr_trivedi #Original
13cbebf468bd0ad42d27e0ec26fdafeb

Jay Trivedi

कई मुश्किलात हैं ए राह ऐ ज़िंदगी,
मगर हम नही फेरेंगे निगाहे ऐ ज़िंदगी।

सफर हैं सुहाना और कहीं कांटे भी हैं,
पर चलते ही जायेंगे बेफिक्र ऐ जिंदगी।

तु ढाले चाहे कितने भी सितम हम पे,
उनको भी हम गले लगाएंगे ऐ ज़िंदगी।

चाहे करवाले कितने भी जंग तु,
हम भी जुनैद हैं, जीत जायेंगे ऐ ज़िंदगी।

सुकून के दो पल की खोज में हैं हम,
'रुद्र' बस इतना मुयस्सर करादे ऐ जिंदगी।

- जय त्रिवेदी ("रुद्र")

©Jay Trivedi #AE_ZINDAGI
13cbebf468bd0ad42d27e0ec26fdafeb

Jay Trivedi

कई मुश्किलात हैं ए राह ऐ ज़िंदगी,
मगर हम नही फेरेंगे निगाहे ऐ ज़िंदगी।

सफर हैं सुहाना और कहीं कांटे भी हैं,
पर चलते ही जायेंगे बेफिक्र ऐ जिंदगी।

तु ढाले चाहे कितने भी सितम हम पे,
उनको भी हम गले लगाएंगे ऐ ज़िंदगी।

चाहे करवाले कितने भी जंग तु,
हम भी जुनैद हैं, जीत जायेंगे ऐ ज़िंदगी।

सुकून के दो पल की खोज में हैं हम,
'रुद्र' बस इतना मुयस्सर करादे ऐ जिंदगी।

- जय त्रिवेदी ("रुद्र")

©Jay Trivedi
  #ऐ_ज़िन्दगी #mr_trivedi #original #gazal
loader
Home
Explore
Events
Notification
Profile