Nojoto: Largest Storytelling Platform

Best gujjupoetry Shayari, Status, Quotes, Stories

Find the Best gujjupoetry Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutgujju no love shayari, love shayari gujarati, shayari love gujarati, gujarati love shayari, gujju love shayari,

  • 7 Followers
  • 13 Stories

Gayatri Patel GP

તમને જોઈને હું મનમાં શરમાવ.
મન એક નજરે જોતા જ મલકાય.
જાણે આંખોથી આંખોના જામ છલકાય.
પણ ક્યારે આવે એ પળ તો સબંધ સચવાય.
જિંદગીના આ ભવમાં આપણા મન બંધાય.
પેઢીના રિવાજોથી જન્મો જન્મના સાથ ગણાય.
હવે ક્યાં સુધી મારા મનમાં વાત કહેવાય.
એકમેકને શોધતા જ જિંદગીના ફેરા ફરાય.
આમ બોલ્યા વિના ક્યાં મારાથી રહેવાય.
ગાયત્રીની ભાષામાં તો મનની વાત કહેવાય. #someonespecial #gujju #gujjupoetry #love #someonespecial #lifetime

Gayatri Patel GP

#gujjupoetry

read more
મારું મન મોહી ગયું મારું મન વારી ગયું.... 
તારી અન ગમતી નજર જોઈ મારું મન દોરી ગ્યું..
હે તારી સાલસ આંખોનો જાદુ મારું મન ચોરી થયું....
કે તારી મીઠી ઘેલી વાતો મારી સાથે રમત રમી ગયું....
હું અરીસા સામે જોતા આંખ આડે તું આવી ગયો..
હો તારાં અજબ સવાલોમાં હું તો અટવાઇ ગઇ...
કે તારી લજામની અદાઓ મારાં મને મનાવી ગઈ... 
તારી શાયર શેરની સજની હું બની ગઈ...
તારાં રંગ રૂપની સુરજમાં હું રાહમાં સંધ્યા થઈ ગઈ..
મારુ મન મોહી ગયું મારુ મન ચોરી ગયું.
આ તારું મુખડાનું નખરાલુ હાસ્ય જોતો રહી ગયો.
મારુ મન વારી ગયું.મારું મનમોહી ગયું. #gujjupoetry

Gayatri Patel GP

#gujjupoetry poetry

read more
મારી સાથે વાતોનું વંટોળ ના ગમ્યું.
તો ય જોવા તું  આખું જગ ભમ્યુ.
ક્યાંય કેટલાય હૈયા સાથે પ્રણય રમ્યુ.
આ શબ્દ સમજાવવા ગાયત્રીએ મન મૂક્યું. #gujjupoetry #poetry

Shail Mehta

#સાચવીલઈએ #gujju #gujjupoetry

read more
હળવાશથી વાંચીને ગંભીરતાથી વિચારીએ
એક એવી પેઢી ચાલી જશે જ.
ઘરમાં ટી સર્ટ- ચડી ને બદલે ઝભ્ભો-લેધો પહેરવા વાળા છે.

ગાડી પોસાય છતાં બસમાં ફરવા વાળા છે,
ઘરના દરેક જણ જમ્યા કે નહીં તેનું ધ્યાન રાખવા વાળા છે.

ન જોઈતી લાઈટ અને પંખા બંધ કરવા વાળા છે,
તુટેલા સ્લીપરની પટ્ટી બદલાવી ચાલવા વાળા છે.
હોટેલો છોડી રેક્ડીની કટીંગ ચાય પીવા વાળા છે.
ત્રિફળા ને સુદર્શન લેવા વાળા છે, 
દવા ને બદલે કાઢો કરિયાતું પીવા વાળા છે.

બેન્કમાં થોડા પૈસા ભરીપાસબુક  જોવા વાળા છે.
લાઈટ ને ટેક્સના બિલો ઓનલાઈન ના ભરતાં,
રૂબરૂ ભરી રસીદ લઈ ફાઈલ કરવા વાળા છે.
સંતાનો માટે બધી જ બચત ખર્ચવા વાળા છે.

ટુથપેસ્ટ છોકરાઓ કાઢી નાખે પછી પક્કડથી,
ટુથપેસ્ટ કાઢી અઠવાડિયું ચલાવવા વાળા છે.
રાત્રે દિકરા-દિકરી ઘરમાં ના આવે ત્યાં સુધી
ઘરમાં આંટા મારનારા છે.

આવી અનેક આદતો ધરાવતા વડીલો પછી જોવા નહીં મળે. 
ચાલો, હજું એમને સાચવી લઈએ!

આજની નવી પૅઢીને સમપિઁત🙏

©Shail Mehta #સાચવીલઈએ
#gujju 
#gujjupoetry

Shail Mehta

દોડતી ભાગતી જિંદગી નો આ રસ્તો ક્યાં જાય છે ?
સાથે કઈ નથી આવાનું બસ એટલું સમજાય છે

©Shail Mehta #Zindagi #DearZindagi 
#gujju 
#gujjupoetry

Shail Mehta

કર્યા સારા એ બધા મારા કરમ છે, હા એ પણ વહમ છે, મોટો અહમ્ છે.
માનવું એ પણ કે, મને ક્યાં અહમ્ છે? હા એ પણ વહમ છે, સૂક્ષ્મ અહમ્ છે.
નહિ સમજાય! એ ખુબજ બેરહમ છે, છે ‘હું’ જ્યાં જ્યાં, ત્યાં ત્યાં અહમ્ છે.
ઘવાય છે જે, એ જ તો તારો અહમ્ છે, વચન, શ્વાસ અને સુર એ જ સોહમ્ છે.
ખરેખર તો સર્વત્ર સર્વસ્વ શિવોહમ્ છે, બાકી બધો અહમ્ છે, મોટો વહમ છે.
માનવું કે મારા માથે ‘આનંદ’ રહમ છે, હા એ પણ વહમ, છે મોટો અહમ્ છે.

©Shail Mehta #Poetry 
#gujjupoetry

Bhavika Vyas

Zinkal Padaliya

રહેવું છે બસ તારા બનીને | ઝિંકલ પાડલિયા "કલમ" #tears #Love #Care #Hop #kalam #gujjupoetry

read more

suthar Tisha

Prakash Sumesra 'Prittam'

loader
Home
Explore
Events
Notification
Profile