Nojoto: Largest Storytelling Platform

Best સમજી Shayari, Status, Quotes, Stories

Find the Best સમજી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 24 Followers
  • 47 Stories

Nilesh Rajput

હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નથી..  જેટલું પણ જીવીશ. મારા સ્વમાન સાથે જીવીશ. સમય તને બતાવશે કે કેટલા કીમતી હતા અમે__ #Life #પ્રેમ #સાહેબ #સમજી

read more

ડૉ. વૈશાલી કાતરીયા

#પ્રેમ #કવિતા

read more
એની ના ને ભૂલથી પ્રેમમાં હા સમજી બેઠી,
 પ્રણયની અંકુરિત કળીને  ફૂલ સમજી બેઠી.

કુમળા  લીલોત્રા અંકુર ને પાન સમજી બેઠી,
કઠોર ઇન્કારના પ્રણયને કોમળ સમજી બેઠી.

પાનખરની એ પતઝર ને વસંત સમજી બેઠી,
રંગવિહીન પ્રણયરાગ ને રંગીન સમજી બેઠી.

સંબંધે નબળા કૂણાં મૂળને થડ સમજી બેઠી,
કાચા પ્રેમરાગને રંગે પાકા ફળ  સમજી બેઠી.

સાંજની વૈરીયાને પ્રેમી પાગલ સમજી બેઠી,
પ્રણયની અંકુરિત કળીને  ફૂલ સમજી બેઠી.

©કાતરીયા વૈશાલી "વૈરીયા" #પ્રેમ

Rajendrasinh Jadeja

read more
એક અમે છીએ જે ખુદને નથી
 સમજી શક્યા !!
અને એક દુનિયા છે જે 
શું શું સમજી બેઠી છે.

Hardik Vyas

read more
હુ કહું ને તું સમજી જા એ શબ્દો...
અને હું ન કહું ને તું સમજી જા એ લાગણી...
   
                       -hardik_(હાદુડો)

krupa gohil

કહેવું #કવિતા

read more
"કહેવું ઘણું ઘણું હતું"
પણ શું કરું?
એ સમજવા જ તૈયાર નહોતો!
આમેય વાંક પણ મારો જ હતો ને,
એના પ્રપંચ ને પ્રેમ જો સમજી બેઠી.

આજે દયા પણ આવે છે એના પર,
એ પણ કોઈના પ્રપંચ ને પ્રેમ જ સમજી બેઠો!
પણ શું કરે?

સમય વીતી ગયા પછી પસ્તાવો પણ નિરર્થક છે ને
આજેય અમારી અવ્યક્ત લાગણીઓ ડોકીને કહી જાય છે
"કહેવું ઘણું ઘણું છે" કહેવું

Dhingali❤

☺️😍😘☺️

read more
ક્યારેક હું કહી ના શકું તો સમજી જાજે,
ક્યારેક હું સમજી ના શકું તો કહી દેજે,
એકબીજા ને સમજાવતા કદાચ રીસાઈ પણ જઈએ,
પણ જો હું મનાવી ના શકું તો પણ માની જજે....... ☺️😍😘☺️

D'harmesh M'alivad

#black_Heart_draj 🖤

read more
ક્યારેય હું સમજી નાં 

શકું તો તું કહી દેજે 

અને ક્યારેય હું કહી નાં 

શકું તો તું સમજી જજે... 

-Draj #black_Heart_draj 🖤

યોગેશ. ન. પટેલ

#myfriend # Kanubhai Dalwadi Ankit S Dobariya Kaushik Parmar

read more
તારા જેવો મિત્ર ક્યાં મળશે ....... જે ધોધમાર વરસાદ માંયે 
મારા ભીના ગાલે થી ટપકતાં 
આંસુઓ ને ઓળખી શકે છે.

જે મૌન માંથી પણ મારા
 અણકહ્યા શબ્દો ને સમજી શકે છે. 

'મજામાં છું'.. કહ્યા બાદ પણ 
મારા દિલ માં છુપાયેલી વેદના સમજી શકે છે.

બસ તારા સિવાય બીજો 
તારા જેવો મિત્ર ક્યા મળશે ? #myfriend # Kanubhai Dalwadi Ankit S Dobariya Kaushik Parmar

RUSS

read more
સામને વાળા ની આંખો માંથી 
વરસતી લાગણીઓ ને સમજી લેજો ,,,,,
કયારેક એમના અનકહયા મૌન ને ભી  સમજી લેજો ,,,,,
આપણા અહંકાર માં ઘણું મોડું ન થઈ જાય ,,,,,
એ વાત ને સમજી લેજો.

Naranji Jadeja

મૌન મૌન 

મૌન મહા મંત્ર મૌન સિધ્ધિ યંત્ર.

મૌનમાં રહે તો સંકટ આવી જાય.
મૌનમાં આવેલ સંકટ પણ ટળી જાય.

એક વાત નાનપણમાં સાંભળેલી.
 
એક વેપારી ને ત્યાં જુવાન દિકરો ઉંમર દિવસે દિવસે વધતી જાય.પિતાને ચિંતા અને વેપારમાં કાંઈ આવળતુ નથી આને દિકરી આપસે કોણ? દિકરાનો બાપ ગણો હોશિયાર એટલે એણે દિકરા ને બોલાવી કિધું કે હું જેટલું કહું એટલું તું કરજે જ્યારે છોકરી વાળા આપણી પેઢીએ આવે.
છોકરો કહે ભલે તમે કિધું એમ કરીશ. પણ મને કરવાનું શું? એ તો કહ્યું નહીં ‌. બાપ કહે એટલો અધિરો ન થા હું કહું એ ધ્યાનથી સાંભળજે . દિકરા ને કહ્યું કે તું રોજમેળ લઈ બેસી જજે અને એના પાના ફેરવ્યા કરજે. પિતા કહે બધું સમજી ગયો ને અને હા પાના ફેરવે ત્યારે મૌન લેજે અને ખાલી ખાલી આંગળીઓ ના ટેરવા ગણજે.
બીજે દિવસે સવારે છોકરી વાળા આવ્યા એને છોકરો જોવા દુકાને આવ્યા. છોકરો તો બાપના કહયા મુજબ પાના ફેરવે અને આંગળી ના ટેરવા ગણતરી કરતો જાય.
દિકરી નો બાપ આશ્ર્ચર્ય પડી ગયો ! આટલી ઉંમરે આખી પેઢી સંભાળી લીધી! વા 
હજુ એ ત્યાં જોઈને વિચારે  કેટલી ભાગ્યશાળી મારી દિકરી કે આને આવો વેપારી અને હોશિયાર છોકરો મળી ગયો. બસ ત્યાંથી જવાની તૈયારી કરી ત્યાં તો છોકરો બોલ્યો  *"હવે તો બધાં પાનાં પુરા થઈ ગયા"* બસ આ બોલવું અને દિકરાના બાપે માથે હાથ નાખ્યો અને મનમાં કહેવા લાગ્યો થોડી વાર પણ *મૌન* ના રહેવાયું.
દિકરી નો બાપ બધી વાત સમજી ગયો અને તેને સગપણની વાત માંડી વાળી. જો બે ઘડી મૌન રહ્યો હોત તો તારું પણ ગોઠવાઈ ગયું હોત.

આ વાત રમુજ માટે છે કોઈએ પોતાના સાથે સરખાવી નહીં
તેમ છતાં એવું હોય તો હું પહેલાં થી ક્ષમા માંગુ છું

નારાણજી જાડેજા ગઢશીશા
નર
મુન્દ્રા કરછ
લવાજમ?
loader
Home
Explore
Events
Notification
Profile